Monday, August 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવારે ભવ્ય ફૂલ શણગાર અને મહાઆરતી

સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવારે ભવ્ય ફૂલ શણગાર અને મહાઆરતી

મોરબી: પવિત્ર શ્રાવણ માસના આજે સોમવાર નિમિત્તે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ ખાતે આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવને રંગબેરંગી ફૂલોથી આકર્ષક શણગાર કરવામાં આવશે તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત યુટ્યુબર ભાવિક ગજ્જર તથા તેમના ગ્રુપ દ્વારા મધુર સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે, જેના પગલે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે. મંદિરના મહંત શ્રી પ્રવિણગીરી ગોસ્વામીએ સર્વે ભક્તજનોને આ ધાર્મિક આયોજનમાં ઉપસ્થિત રહી ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ ફૂલ શણગાર તથા મહાઆરતીનું આયોજન ત્રિવેદી એસોસિએટ્સના ટીના ભાઈ ત્રિવેદી તથા સદગુરુ ફ્લાવર, GIDC સનાળા રોડના હિતેશભાઈ (ભૂરો) તરફથી કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાનાર આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી મહાદેવના દર્શન અને મહાઆરતીનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments