Monday, August 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગના પાયામાં સિરામિક વેસ્ટ ભરાતો હોવાનો કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ...

મોરબી મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગના પાયામાં સિરામિક વેસ્ટ ભરાતો હોવાનો કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા નો આક્ષેપ

મોરબી ડેઈલી: મોરબી સર્કિટ હાઉસ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા મોરબી મહાનગરપાલિકાના નવા વહીવટી ભવનના બાંધકામમાં પાયાની ભરતીમાં નિયમ મુજબનું મટીરીયલ વાપરવાને બદલે સિરામિક ઉદ્યોગનો વેસ્ટ નાખવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાંથી સિરામિક ટાઇલ્સ તથા વેસ્ટના સેમ્પલ એકત્ર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક પોતાના નાના મકાનના બાંધકામમાં પણ મજબૂતાઈ માટે સારી ગુણવત્તાવાળી મોરમ અને મેટલનો ઉપયોગ કરે છે જેથી ભવિષ્યમાં પાયો બેસી ન જાય. જ્યારે અહીં કરોડોના ખર્ચે બની રહેલા મહાનગરપાલિકાના મહત્વના બિલ્ડિંગમાં પાયાના ફિલિંગ માટે મોરમ કે યોગ્ય મેટલને બદલે સીધો સિરામિક ફેક્ટરીઓનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે તેમણે મોરબી મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર તેમજ બાંધકામ વિભાગના ઇજનેરોને તાત્કાલિક સાઇટની મુલાકાત લઈ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા પાયામાં નાખવામાં આવેલો તમામ સિરામિક વેસ્ટ બહાર કઢાવી વર્ક ઓર્ડરના નિયમો મુજબનું યોગ્ય મટીરીયલ જ ભરવામાં આવે તેવી માંગ કરી છે. સમગ્ર મામલે મહાનગરપાલીકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે આ બાબતે સ્થળ પર તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, આ બાબત ધ્યાનમાં નથી. અત્યારે જ ટીમને મોકલીને તપાસ કરાવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments