મોરબી ડેઈલી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સ્પ્રે ડાયર નામના માર્બલ કટીંગ કારખાનામાંથી આશરે એકાદ મહિના પૂર્વે થયેલી ઇલેક્ટ્રિક કેબલ વાયરની ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ મોરબી એલસીબી (ક્રાઇમ બ્રાન્ચ) ની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વિગત મુજબ, ગત તા. 05/07/2026 ના રાત્રિના સમયે અંકુરભાઈ ડાયાભાઈ કગથરાના રોલેક્ષ કારખાનામાં તસ્કરોએ પ્રવેશ કરી ચાલુ લાઇનના કેબલ વાયરની ચોરી કરી હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસે બાતમીના આધારે ચોરીનો માલ વેચવાની ફિરાકમાં રહેલા 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓ
વિજય અજયભાઈ ભરવાડિયા સલાટ (ઉં.વ. 20, રહે. જાંબુડીયા, તા.જી. મોરબી)
ઘેલો જમાલભાઈ ભરવાડિયા (ઉં.વ. 21, રહે. રફાળેશ્વર મચ્છુનગર, તા.જી. મોરબી)
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 40,000 ની કિંમતનો આશરે 80 મીટર ઇલેક્ટ્રિક કેબલ વાયર કબજે કરી બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એસ.પી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી તથા PSI શ્રી વી.જી.માલાણી પેરોલફર્લો સ્કોડ મોરબી તથા ASI ઇશ્વરભાઇ કલોતરા HC ભરતભાઇ જીલરીયા PC પ્રદિપસિંહ ઝાલા તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતાં.











