Friday, August 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી.જી.પટેલ કોલેજ માં ISKCON સંસ્થાના સહયોગથી શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત લીડરશીપ...

મોરબીની પી.જી.પટેલ કોલેજ માં ISKCON સંસ્થાના સહયોગથી શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત લીડરશીપ સેમીનાર યોજાયો

પ્રમુખશ્રી દેવકરણભાઈના નેતૃત્વમાં, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ મોરબીની પી.જી.પટેલ કોલેજ સૈધાંતિક જ્ઞાનની સાથે જીવનોપીયોગી વ્યવહારુ જ્ઞાન મળી રહે તે માટે સતત પ્રવૃત છે ત્યારે આજ રોજ ISKCON સંસ્થાના સહયોગથી શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત લીડરશીપ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સંદીપ વિશ્વકર્માએ વિધાર્થીઓને આધુનિક સમયમાં શ્રીમદ ભગવદ્ ગીતા અંતર્ગત લીડરશીપ કઈ રીતે ખીલવી શકાય, જીવનમાં આવતા ચડાવ-ઉતર વખતે કપરા સમયમાં કઈ રીતે ટકી રહેવું, અને શ્રીમદ ભગવદ્ ગીતા ના અભ્યાસ દ્વારા જીવનની સાચી યથાર્થતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે રસપ્રદ રજૂઆત અને છણાવટ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ISKCON સંસ્થાના પ્રતિનિધિઓ ડો.અતુલ વામજા, મિત ઠોરિયા, કૌશિક ફેફર તથા શૈલેન્દ્ર રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ વિધાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતા ની પ્રત વિનામૂલ્યે આપવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments