મોરબી ડેઈલી:સંદિપસિંહ ભીખુભા જાડેજા કે જેઓ વિધાર્થીકાળથી જ જાહેરજીવન માં સક્રિય ભૂમિકા ભજવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં જોડાઈ ને વિધાર્થીઓ ના પ્રશ્ન ને વાચા તેમજ રાષ્ટ્રહિત ના કાર્યો માં જોડવામાં હંમેશ માટે અગ્રેસર રહ્યા છે .
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં તેઓએ ૨૦૧૮ થી લઇ ૨૦૨૫ સુધી માં ગુજરાત પ્રદેશ સહ મંત્રી , પ્રદેશ કાર્યસમિતિ સદસ્ય,જૂનાગઢ જિલ્લા સંગઠન મંત્રી, મોરબી જિલ્લા સંયોજક , મોરબી નગર મંત્રી ,કોલેજ કેમ્પસ પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ નું સફળતાપૂર્વક વહન કરેલ છે .
આ ઉપરાંત જેઓ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે સંગમ ફાઉન્ડેશન મોરબી ના જેઓ મેન્ટર તેમજ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.જેમાં વિવિધ યુવાઓ સાથે મળી ને સેવાકાર્યો અવિરત કરતા રહ્યા છે.તેઓ હાલ વકીલાત ના વ્યવસાય સાથે સંકળાયેલ છે.ભારતીય જનતા પાર્ટી ના સક્રિય યુવા કાર્યકર છે.
ભારતીય જનતા પાર્ટી ના યુવા આગેવાન તરીકે તેમની શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થી ખુશી નો માહોલ છે અને ઠેર ઠેર થી તેમને શુભકામનાઓ મળી રહી છે.

#morbidaily










