Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબી ડેઈલી:વિધાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ સાંસ્કૃતિક મૂલ્યોનો પણ વિકાસ થાય, વિધાર્થીઓ ધાર્મિક ઉત્સવો પાછળના સાંસ્કૃતિક આયામો સમજે તેવા ઉમદા હેતુસર પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં આગામી જન્માષ્ટમી પર્વ અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ.

આ ઉત્સવ અંતર્ગત કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ તેમજ જીવન ચરિત્ર અને જીવન મુલ્યો પર આધારિત નૃત્યો, નાટકો, ગીતો અને વક્તવ્યો રજુ કર્યા હતા. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ ના જીવન પર વિવિધ માર્મિક અને રસપ્રદ રજુઆતો કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં કોલેજની વિધાર્થીની બહેનો અને મહિલા પ્રાધ્યાપકો પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમના સફળ બનાવવા માટે કોલેજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી

#morbidaily

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments