Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપ્રજા પાસે નિયમોની અમલવારી કરાવતી મોરબી મહાનગરપાલિકા પોતે નિયમોનું પાલન કરતી નથી...

પ્રજા પાસે નિયમોની અમલવારી કરાવતી મોરબી મહાનગરપાલિકા પોતે નિયમોનું પાલન કરતી નથી : પરિમલ ઠક્કર

આરટીઆઈ એક્ટ હેઠળ માંગેલ માહિતી ૩૦ દિવસમાં આપવાની હોય જે આઠ આઠ મહિનાઓ થયા માહિતી ન આપી આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન કરે છે.

તારીખ 13/01/2026 ના રોજ મોરબી મહાનગરપાલિકા પાસે વિવિધ મુદ્દાઓને લગતી માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માગેલ હતી,પરંતુ તે માહિતી 30 દિવસ વીતી જવા છતાં મળેલ ન હોય,તારીખ 16/02/26 ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલ.જેનો તારીખ 22/03/2026 ના રોજ સોની સાહેબ દ્વારા માહિતી આપવા હુકમ કરાયેલ હતો,પરંતુ તેમની નીચેના કર્મચારી દ્વારા તેમના હુકમનું પાલન કરવામાં ન આવતા પ્રથમ અપીલ અધિકારી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સોની સાહેબ દ્વારા તારીખ 21/05/2026 ના રોજ હુકમની અમલવારી માટે ફરીથી હુકમ કરેલ હતો,પરંતુ કમનસીબે સાહેબના આ હુકમનું પાલન પણ તેમના તાબાના કર્મચારી દ્વારા કરવામાં ન આવતા ફરીથી તારીખ 25/07/2026 ના રોજ સાહેબ દ્વારા હુકમની અમલવારી માટે ફરીથી હુકમ કરવામાં આવતા તેમના આ હુકમને પણ વર્કશોપ શાખાના જાહેર માહિતી અધિકારી ઘોળીને પી ગયા હોય,સાહેબે કરેલા હુકમો તેમની જ હેઠળના કર્મચારી હુકમનું પાલન ન કરતા હોય,સાહેબના હુકમો મજાક સમાન બનીને રહી ગયા છે.

આ સાહેબ દ્વારા એક નહીં પરંતુ ત્રણ ત્રણ હુકમો ફરવા છતાં જો તેમની નીચેના કર્મચારી તેમનું માનતા ન હોય તો સાહેબ નું તેમની કચેરીમાં શું ઉપજતું હશે? તે આ પરથી સમજી શકાય છે.

આજરોજ ફરીથી સાહેબને હુકમ પાલન કરાવી તાત્કાલિક માહિતી અપાવવા માટે રજૂઆત કરેલ હોય અને આ વખતે માહિતી મળે છે અને સાહેબ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments