Monday, August 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રાવણ માસમાં ભક્તો માટે સુવિધા: મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર સુધી સિટી બસ...

શ્રાવણ માસમાં ભક્તો માટે સુવિધા: મોરબીથી ભીમનાથ મહાદેવ મંદિર સુધી સિટી બસ શરૂ

મોરબી: શ્રાવણ માસ દરમિયાન ભીમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને સરળ અને સુલભ પરિવહન સેવા મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીથી લજાઈ સુધી દોડતી સિટી બસને હવે ભીમનાથ મહાદેવ મંદિર સુધી લંબાવવામાં આવી છે.

ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને બસના સમયમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી મહાનગર પાલિકાથી સવારે 7:30/8:00, 10:00 અને 12:00 વાગ્યે બસ ઉપડશે. જ્યારે ભીમનાથ મહાદેવ મંદિરથી સવારે 9:00, 11:00 અને 12:00 વાગ્યે બસ પરત ફરશે. આજે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી વોર્ડ નં. 9ના કોર્પોરેટર તથા ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનિતભાઈ કુંડરિયા દ્વારા બસને પુષ્પ અર્પણ કરી આ સેવાને આવકારવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments