Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકા પોલીસે 10,38,800 રૂપિયાના 38 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યાં

મોરબી તાલુકા પોલીસે 10,38,800 રૂપિયાના 38 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યાં

શોધી કાઢવામાં આવેલા 10,38,800 રૂપિયાની કિંમતના વિવિધ કંપનીઓના 38 મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે અરજદારોને પરત આપવામાં આવ્યા

મોરબી ડેઈલી: મોરબી તાલુકા પોલીસે પ્રજાલક્ષી કામગીરી કરતા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા કુલ 38 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલની કુલ કિંમત 10,38,800 રૂપિયા થાય છે, જે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (કચ્છ બોર્ડર રેન્જ), મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા દ્વારા આ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અનિરુદ્ધસિંહ દ્વારા CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી, સતત મોનીટરીંગ અને ટેકનીકલ વર્કઆઉટ કરી આ ફોન ટ્રેસ કરવામાં આવ્યા હતા.

શોધી કાઢવામાં આવેલા 10,38,800 રૂપિયાની કિંમતના વિવિધ કંપનીઓના 38 મોબાઈલ ફોન નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના હસ્તે અરજદારોને પરત આપવામાં આવ્યા હતા. સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસે પ્રજાના મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું છે. આ સફળ કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયા, સર્વેલન્સ પીએસઆઈ સી.એસ. સોંદરવા, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અનિરુદ્ધસિંહ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments