Wednesday, September 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાંસદ વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત-સન્માન: યુવા ભાજપ પ્રમુખ જયદીપ કંડિયાએ કરી...

મોરબીમાં સાંસદ વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત-સન્માન: યુવા ભાજપ પ્રમુખ જયદીપ કંડિયાએ કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત

ભાજપ કાર્યાલયની મુલાકાત દરમિયાન શહેરના સંગઠન અને પ્રજાલક્ષી વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા-વિચારણા

મોરબી ડેઈલી:મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

સાંસદ વિનોદ ચાવડાની મુલાકાત દરમિયાન મોરબી શહેર અને આસપાસના વિસ્તારો સાથે સંકળાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો તથા સમસ્યાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર તેમજ ભાજપના દરેક કાર્યકરો ખભેખભા મિલાવીને કામ કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા દ્વારા શહેરના વિકાસ, સ્થાનિક સુવિધાઓ તેમજ લોકોની સમસ્યાઓ અંગે સાંસદ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંગઠનની કામગીરી, યુવા કાર્યકરોની ભૂમિકા તેમજ આગામી સમયમાં લોકો સુધી પહોંચી તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે જરૂરી સહયોગની ખાતરી આપી હતી. મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો તથા યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments