Sunday, September 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સેવાભાવી અને સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ

મોરબીના સેવાભાવી અને સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડનો આજે જન્મદિવસ

શિક્ષણથી સમાજસેવા સુધીની સફર: સેવા પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર નિર્મિત કક્કડ

મોરબી ડેઈલી : આજે તા. ૬ સપ્ટેમ્બરના રોજ સામાજિક અગ્રણી અને સેવાભાવી નિર્મિત કક્કડનો જન્મદિવસ છે. તા. ૬-૯-૧૯૮૯ના રોજ જન્મેલા નિર્મિત કક્કડે શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને પણ જીવનનો મહત્વનો હિસ્સો બનાવ્યો છે.

નિર્મિત કક્કડ હાલમાં જનતા ક્લાસીસના સંચાલક, ઓમવીવીઆઈએમ કોલેજમાં પ્રોફેસર તેમજ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. ઉપરાંત તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ વિવિધ હોદ્દાઓ પર રહી તેમણે સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું છે.

નિર્મિત કક્કડની સેવાકીય પ્રવૃત્તિઓમાં ખાસ કરીને જરૂરિયાતમંદો માટેની સેવાઓ અને કુદરતી આફતો દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ થાય છે. જલારામ મંદિરની સદાવ્રત સેવા તથા નિયમિત સેવાપૂજા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા રહ્યા છે.

ભૂકંપ બાદ અસરગ્રસ્તોના પુનર્વસન સુધી ટેન્ટમાં ભોજન સેવામાં ભૂકંપ જેવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોનું પુનર્વસન ન થાય ત્યાં સુધી તેમને ટેન્ટમાં રાખી નિયમિત બે સમયનું ભોજન મળી રહે તે માટેની સેવા પ્રવૃત્તિમાં પણ તેઓ જોડાયા હતા. આ ઉપરાંત વર્ષ ૧૯૯૮ના વાવાઝોડા તથા વર્ષ ૨૦૧૭ના પૂર જેવી કુદરતી આફતો દરમિયાન સ્થળાંતરિત અને અસરગ્રસ્ત લોકો સુધી મદદ પહોંચાડવામાં પણ તેમણે સેવાકીય કામગીરી કરી હતી.

કુદરતી આફતો હોય કે જરૂરિયાતમંદ લોકોની દૈનિક જરૂરિયાતો, વિવિધ સમયે પોતાની ક્ષમતા મુજબ લોકોની મદદ માટે આગળ આવવાની તેમની પ્રવૃત્તિ સતત જોવા મળી છે. શિક્ષણ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાના અભિગમને કારણે તેઓ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.

આજે જન્મદિવસ નિમિત્તે નિર્મિત કક્કડને પરિવારજનો, મિત્રો, શિક્ષણ ક્ષેત્રના સાથીદારો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments