મોરબીના શનાળા રોડ ઉપર આવેલા ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે ચાલી રહેલા હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ખાસ આકર્ષણ તરીકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કમાભાઈ હાસ્યની રમઝટ બોલાવશે. રાત્રે 9:30 વાગ્યે યોજાનારા કમાભાઈના હાસ્ય કાર્યક્રમને લઈને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.
સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજા નામથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન દરરોજ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે. ધાર્મિક માહોલ વચ્ચે આજે રાત્રે કમાભાઈનો હાસ્ય કાર્યક્રમ યોજાશે, જેના કારણે ગણેશ મહોત્સવમાં મનોરંજનનો રંગ પણ ઉમેરાશે. કમાભાઈના કાર્યક્રમમાં તેમની આગવી હાસ્યશૈલી જોવા-સાંભળવા મળશે. આ હાસ્ય કાર્યક્રમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. આયોજકો દ્વારા કમાભાઈના હાસ્ય શોને નિહાળવા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











