Monday, September 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકિયાંશના જન્મદિવસ નિમિત્તે દેવભાઈ બોરીચા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

કિયાંશના જન્મદિવસ નિમિત્તે દેવભાઈ બોરીચા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન

મોરબી: દેવભાઈ આહિરના પુત્ર કિયાંશ દેવભાઈ બોરીચાના તારીખ 20/09/2026ના રોજ હતો. ત્યારે જન્મદિવસ નિમિત્તે પરિવાર દ્વારા જરૂરિયાતમંદો સાથે ખુશીઓ વહેંચવાના હેતુથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને ચાર અલગ-અલગ સંસ્થાઓમાં વિવિધ સેવાઓ કરવામાં આવશે

આ અંતર્ગત તા. 25 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ભોજન સેવા યોજાશે. જ્યારે તા. 27 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે FRIENDS SOCIETY ખાતે માનસિક રીતે અસ્થિર બાળકો માટે આઈસ્ક્રીમ વિતરણ તેમજ રાત્રે 7 વાગ્યે ડોન બોસ્કો સ્નેહાલય ખાતે ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા. 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે આસ્થા ફાઉન્ડેશન ખાતે ભોજન સેવા યોજાશે. જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને દેવભાઈ આહિર પરિવાર દ્વારા ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના સંદેશને સાર્થક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments