Tuesday, September 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશ મહોત્સવમાં આજે રાત્રે મનોરંજક જાદુનો કાર્યક્રમ...

મોરબીના ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશ મહોત્સવમાં આજે રાત્રે મનોરંજક જાદુનો કાર્યક્રમ યોજાશે

મોરબી ડેઈલી : મોરબીના શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ સામે આવેલા નવા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગણેશ મહોત્સવને લઈને ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે. રહીશો દ્વારા એકસાથે મળી દુંદાળા દેવના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સવાર-સાંજ આરતી સહિત વિવિધ ધાર્મિક આયોજનો થઈ રહ્યા છે. આરતીમાં બાળકો, મહિલાઓ, વડીલો સહિત મોટી સંખ્યામાં રહીશો પરિવાર સાથે જોડાઈ રહ્યા હોવાથી સમગ્ર વિસ્તાર ગણેશમય બન્યો છે. ત્યારે આજે મંગળવારે રાત્રે વિસરાતી જાદુઈ કલાની જીવંત કરવા જાદુનો કાર્યક્રમ યોજાશે.

ગણેશ મહોત્સવમાં માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં રાત્રિના સમયે પરિવાર સાથે માણી શકાય તેવા મનોરંજન અને સાંસ્કૃતિક આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ભક્તિ સાથે મનોરંજનનો સંગમ હોવાથી નવા હાઉસિંગ બોર્ડના ગણેશ મહોત્સવને લઈને નાના-મોટાથી લઈ વડીલો સુધી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાત્રિના આયોજનો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આજે તારીખ 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:30 કલાકે ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ના ગણેશ પંડાલમાં એક ખાસ મનોરંજક જાદુનો કાર્યક્રમ યોજાશે. જાદુના વિવિધ કરતબો સાથે પરિવારજનો માટે મનોરંજનનો માહોલ સર્જાશે. ગણેશ મહોત્સવની આ રાત્રિને ભક્તિ, સંસ્કૃતિ અને મનોરંજનથી યાદગાર બનાવવા રહીશો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ જાદુના કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આયોજકોએ ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments