Friday, September 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય...

મોરબીની આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો

મોરબી ડેઈલી : વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા PHC ભરતનગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન સ્થાનિક લોકોના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબીનની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. આ તકે ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને આરોગ્ય જાળવણી અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવી હતી. જેમાં એન્ટિબાયોટિક્સ દવાઓનો બિનજરૂરી કે અયોગ્ય ઉપયોગ ન કરવા તથા માત્ર તબીબી સલાહ મુજબ જ તેનો ઉપયોગ કરવા અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ મેળવવાની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની ઉત્તમ તક મળી હતી.

સમગ્ર કેમ્પનું સફળ આયોજન અને સંચાલન ઇન્સ્ટિટ્યૂટના હેડ મહર્ષિ પંડ્યાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સ્ટિટ્યૂટના જલ્પા મેડમ, ડેનિશા મેડમ, અરુણ સર, વિજય સર અને શ્વેતા મેડમ તેમજ PHC ભરતનગરના સમગ્ર સ્ટાફનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો. આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓના આ સેવાભાવી પ્રયાસોની ભારે પ્રશંસા કરવામાં આવી હતી તથા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments