Friday, October 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલની 1976-78ની 12 સાયન્સની પ્રથમ બેચનું 50 વર્ષ બાદ...

મોરબી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલની 1976-78ની 12 સાયન્સની પ્રથમ બેચનું 50 વર્ષ બાદ સ્નેહમિલન

4 ઓક્ટોબરે 50થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરિવાર સાથે એકત્ર થશે; ગુરુવંદના સાથે અભ્યાસકાળના સંસ્મરણો અને મિત્રતાની યાદો તાજી કરશે

મોરબી : મોરબીની ધ.વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં વર્ષ 1976થી 1978 દરમિયાન 12 સાયન્સની પ્રથમ બેચમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ગોલ્ડન જ્યુબિલી સ્નેહમિલનનું આયોજન આગામી 4 ઓક્ટોબર, રવિવારે કરવામાં આવ્યું છે. અભ્યાસકાળના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે 50થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરિવારજનો સાથે એકત્ર થઈ ગુરુવંદના, ગીત-સંગીત અને સંસ્મરણોની હૂંફાળી પળો માણશે.

આ બેચના વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન નવા અભ્યાસક્રમ, મર્યાદિત સાધનો અને લેબોરેટરીની સુવિધાઓના અભાવ વચ્ચે શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલા આ વિદ્યાર્થીઓ પાંચ દાયકા બાદ ફરી એક મંચ પર મળશે. કાર્યક્રમમાં તત્કાલીન ગુરુજનોનું સન્માન કરી ગુરુવંદના કરવામાં આવશે તેમજ અભ્યાસકાળની યાદો વાગોળી મિત્રતાના સંબંધોને નવેસરથી જીવંત કરાશે. આ ગોલ્ડન જ્યુબિલી સ્નેહમિલન સવારે 9થી સાંજ સુધી નાલંદા વિદ્યાલય, વીરપર પાસે, મહિન્દ્રા કાર શોરૂમવાળી શેરી, મોરબી-રાજકોટ હાઈવે ખાતે યોજાશે. આયોજનને આખરી ઓપ આપવા ડો. ભાડેસીયાના માર્ગદર્શન હેઠળ ઇન્દુલાલ રાણપરા, યોગેશભાઈ પટેલ, દિલીપભાઈ સોલંકર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments