Tuesday, October 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મંગળથી ગુરુવાર સુધી ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ અને...

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મંગળથી ગુરુવાર સુધી ત્રિ-દિવસીય નવરાત્રી મહોત્સવ અને શસ્ત્ર પૂજન યોજાશે

13 થી 15 ઓક્ટોબર દરમિયાન ન્યુ પેલેસ ખાતે ગરબા મહોત્સવ: વિજયાદશમીએ રજવાડી પોશાકમાં રાજપૂતાના મહારેલી યોજાશે

મોરબી ડેઈલી: મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તારીખ 13/10/2026 થી 15/10/2026 સુધી સામાકાંઠે ન્યુ પેલેસ (મોરબી-2) ખાતે ત્રિ-દિવસીય ‘નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમાજની બહેન-દીકરીઓ પરંપરા અનુસાર રાસ-ગરબા રમી શકે તે હેતુથી દરરોજ રાત્રે 08:00 કલાકે આ મહોત્સવ યોજાશે.

આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર (જયદીપ એન્ડ કંપની) અને કો-સ્પોન્સર ડી.એસ. ઝાલા સાહેબ (દેવ સોલ્ટ પ્રા. લી.) છે. આ નવરાત્રી મહોત્સવ માત્ર રાજપૂત સમાજ માટે જ આયોજિત છે, જેમાં ભાગ લેનાર બહેનોએ રાત્રે 8 થી 9 દરમિયાન પાસ મેળવી લેવાના રહેશે અને પ્રથમ દિવસનો પાસ ત્રણેય દિવસ સાચવવાનો રહેશે.

રાસ-ગરબામાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કેટેગરીમાં આકર્ષક ઈનામો આપવામાં આવશે. જેમાં પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લીટલ પ્રિન્સેસ, રનર્સ લીટલ પ્રિન્સેસ, ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ અને સરપ્રાઈઝ ઈનામોનો સમાવેશ થાય છે.

નવરાત્રી મહોત્સવ બાદ વિજયાદશમી (દશેરા) ના પાવન પર્વે તારીખ 20/10/2026 ને મંગળવારના રોજ બપોરે 3:30 કલાકે સમાજ દ્વારા પારંપરિક ‘શસ્ત્ર પૂજન’ નો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મહારાણા પ્રતાપ સર્કલ (એમ.પી. સર્કલ, સામાકાંઠે) થી પ્રસ્થાન કરી મોમાઈ માતાજીના મંદિર (ન્યુ પેલેસ) સુધી ‘રાજપૂતાના મહારૅલી’ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઈઓને રજવાડી પોશાકમાં, માથે સાફા અને તલવાર સાથે જોડાવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રસિંહ ડી. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ જે. જાડેજા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments