Thursday, October 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiPGVCL સંબંધિત ફરિયાદ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર

PGVCL સંબંધિત ફરિયાદ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર

મોરબી ડેઈલી: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગ્રાહકોને ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકોને આ નંબરનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.

કઈ ફરિયાદો નોંધાવી શકાશે?

ગ્રાહકો નવી ડિજિટલ સુવિધા હેઠળ નીચે મુજબની વીજળી સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે:

  • વીજ પુરવઠા સંબંધિત ફરિયાદ
  • વોલ્ટેજમાં વધઘટ સંબંધિત ફરિયાદ
  • લાઇટ/પાવર બંધ થવા (લાઇન/વાયરિંગની સમસ્યા) સંબંધિત ફરિયાદ
  • અન્ય કોઈપણ વીજળી સંબંધિત સમસ્યાઓ

ફરિયાદ નોંધાવવા માટેના સંપર્ક નંબરો:

PGVCL દ્વારા ગ્રાહકોના સરળ સંપર્ક માટે 24×7 કાર્યરત નીચે મુજબના નંબરો જાહેર કરવામાં આવ્યા છે:

  • ટોલ ફ્રી હેલ્પલાઇન / કસ્ટમર કેર: 19122
  • ટોલ ફ્રી નંબર: 1800 233 155333
  • WhatsApp નંબર: 95120 19122

ઉપરોક્ત નંબરો ઉપરાંત, ગ્રાહકો ‘PGVCL Customer Care’ એપના માધ્યમથી તેમજ સંબંધિત પેટા વિભાગીય કચેરીના કોલ સેન્ટરનો સંપર્ક કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જ, PGVCL દ્વારા જાહેર કરાયેલા ક્યુઆર (QR) કોડને સ્કેન કરીને પણ સીધી જ ફરિયાદ નોંધાવી શકાશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments