Wednesday, October 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશહીદ પરિવારોની સેવા અને રાષ્ટ્રભક્તિ માટે સમર્પિત અજય લોરીયાનો આજે જન્મદિવસ

શહીદ પરિવારોની સેવા અને રાષ્ટ્રભક્તિ માટે સમર્પિત અજય લોરીયાનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા યુવા સામાજિક અગ્રણી અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અજય લોરીયાનો આજે તા. 14 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. આ પ્રસંગે તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અજય લોરીયા ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના સ્થાપક છે અને સેવાકીય પ્રવૃત્તિઓ, રાષ્ટ્રભક્તિ તથા શહીદ જવાનોના પરિવારોને સહાય પહોંચાડવાના કાર્યો માટે જાણીતા છે. મોરબીમાં યોજાતા પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવના આયોજનમાં પણ તેમની આયોજક તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ મહોત્સવોમાં શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સન્માનિત કરવાની સાથે આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે.

કોરોના કાળ દરમિયાન જરૂરિયાતમંદોની સેવા હોય, ગૌશાળાઓને સહાય પહોંચાડવાની કામગીરી હોય કે અન્ય સામાજિક આફતોના સમયે લોકોની મદદ કરવાની વાત હોય, અજય લોરીયા હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના ફાઉન્ડેશન અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય પહોંચાડવા માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધીમાં 301 શહીદ જવાનોના પરિવારોને કુલ રૂ. 4.76 કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે. ચાલુ નવરાત્રિ દરમિયાન પણ પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને સનાતન નવરાત્રિ મહોત્સવમાં શહીદ જવાનોના પરિવારોને આમંત્રિત કરી સ્ટેજ પર સન્માનિત કરવાની સાથે પ્રત્યેક પરિવારને રૂ. 1 લાખના ચેક અર્પણ કરવાનું આયોજન છે.

સામાજિક સેવા, રાષ્ટ્રપ્રેમ અને શહીદ પરિવારો પ્રત્યેની સંવેદનશીલતાને પોતાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવનારા અજય લોરીયાના જન્મદિવસ નિમિત્તે મોરબી પંથકના મિત્રો, શુભેચ્છકો અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. તેમના સેવાકીય કાર્યો ઉત્તરોત્તર વિસ્તરે અને તેઓ સ્વસ્થ તથા દીર્ઘાયુષી જીવન સાથે સમાજસેવામાં સતત યોગદાન આપતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments