Friday, October 16, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવી પીપળી પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ માતાજીની ભક્તિમાં રંગાયા

નવી પીપળી પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ માતાજીની ભક્તિમાં રંગાયા

રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઈ બાળકોએ ગરબે ઘૂમીને નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી

મોરબી ડેઈલી : મોરબી તાલુકાના નવી પીપળી ગામની પ્રાથમિક શાળામાં નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીની આરાધના સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ રંગબેરંગી પરિધાનમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા અને ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરી હતી.

હાલ નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે શહેરો અને ગામડાંની શેરીઓમાં પ્રાચીન ગરબીથી લઈને આધુનિક નવરાત્રી મહોત્સવની રમઝટ જામી છે. ત્યારે નવી પીપળી પ્રાથમિક શાળાના બાળકોએ પણ પરંપરાગત ગરબાની રમઝટ સાથે નવરાત્રીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના ભૂલકાઓના ગરબા અને ઉત્સાહે શાળાના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.

શાળામાં યોજાયેલી આ ઉજવણી દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને તહેવારોના મહત્ત્વથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઉજવણીનું સંચાલન શાળાના આચાર્ય બીપીનભાઈ બાલાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments