Monday, November 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

MSME યોજનાઓ, કન્ટેનર ડેપો અને FTA મુદ્દે કરી ચર્ચા

મોરબી ડેઈલી: દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોરબી સિરામિક એસોસિએશનના આમંત્રણને માન આપીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબી સ્થિત બ્લૂઝોન સિરામિક ફેક્ટરી ખાતે પધાર્યાં હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, આગેવાનો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સિરામિક સહિત અન્ય ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો, પાયાની જરૂરિયાતો અને ઉધોગોના વિકાસ માટે જરૂરી સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ભારત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ અને MSME ક્ષેત્રને વેગ આપવા માટે અમલમાં રહેલી વિવિધ યોજનાઓ અંગે ઉદ્યોગકારોને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીએ વિશેષ રૂપે શિપિંગ ક્ષેત્રમાં કન્ટેનર ડેપો વિકસાવવા, કન્ટેનરનું ઉત્પાદન કરવા અને રમકડાં (ટોયઝ) બનાવતી ફેક્ટરીઓ સ્થાપવા સહિતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી નવી તકો તથા સરકારની સંબંધિત નીતિઓથી ઉદ્યોગકારોને માહિતગાર કર્યાં હતા. આ ઉપરાંત, વિવિધ દેશો સાથે થયેલા FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) થકી ભારતના ઉદ્યોગોને મળતા મહત્તમ ફાયદાઓની પણ વિશેષ માહિતી પૂરી પાડી હતી.

ઉદ્યોગપતિઓને સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓનો મહત્તમ લાભ લઈને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા પ્રોત્સાહિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના વિકાસથી દેશનો આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને દેશના GDP માં પણ સકારાત્મક વધારો થશે. સાથે જ, સરકારની યોજનાઓનો લાભ લેવા માટે કોઈપણ મંત્રાલય કે વિભાગની માહિતી અથવા માર્ગદર્શનની જરૂર પડે તો ગમે ત્યારે સંપર્ક કરવાની હકારાત્મક ખાતરી આપી હતી. અંતમાં મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા ઉદ્યોગોના પ્રશ્નો સાંભળવા અને સહયોગની ખાતરી આપવા બદલ ડૉ. મનસુખભાઈ માંડવિયા તથા કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, સંદીપભાઈ કૂંડારીયા, નરેન્દ્રભાઈ સંઘાત, તેમજ અનેક સિરામિક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments