Sunday, November 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપિતા-પુત્રની અનોખી માનવસેવા: 182 વખત રક્તદાન બાદ હવે બંનેએ કર્યો સંપૂર્ણ દેહદાન...

પિતા-પુત્રની અનોખી માનવસેવા: 182 વખત રક્તદાન બાદ હવે બંનેએ કર્યો સંપૂર્ણ દેહદાન કરવાનો સંકલ્પ

મોરબી: માનવસેવા એ જ પ્રભુસેવા એ સૂત્રને જીવનમાં સાર્થક કરતા મોરબીના પિતા-પુત્રએ સમાજ માટે પ્રેરણારૂપ નિર્ણય લીધો છે. મોરબીના માર્કેટિંગ યાર્ડ સામે આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કાંતિલાલ વૈશ્વનાણી અને તેમના પુત્ર યોગેશ વૈશ્વનાણીએ પરિવારના સભ્યોની સંમતિથી મૃત્યુ બાદ પોતાનું સંપૂર્ણ દેહદાન કરવાનો સંકલ્પ કર્યો છે.

કાંતિલાલ વૈશ્વનાણીએ અત્યાર સુધીમાં 117 વખત સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે, જ્યારે તેમના પુત્ર યોગેશ વૈશ્વનાણીએ 65 વખત રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ, પિતા-પુત્રએ સંયુક્ત રીતે અત્યાર સુધીમાં કુલ 182 વખત રક્તદાન કર્યું છે. વિશેષ બાબત એ છે કે પિતા અને પુત્ર બંનેનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ (B+) છે. રક્તદાન દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન આપવાના કાર્યમાં યોગદાન આપ્યા બાદ હવે આ પિતા-પુત્રએ મૃત્યુ પછી પણ સમાજના કામ આવવાનો ઉમદા નિર્ણય લીધો છે. તેમણે પોતાના સંપૂર્ણ દેહનું દાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અસારવા અને રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કાંતિલાલ વૈશ્વનાણી અને યોગેશ વૈશ્વનાણીનો આ સેવાભાવી નિર્ણય અન્ય લોકોને પણ રક્તદાન અને દેહદાન જેવા મહાન કાર્યો માટે પ્રેરણા પૂરી પાડે તેવો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments