મોરબી ડેઈલી:મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર કચેરી હેઠળ આવતા તમામ વિભાગોના કર્મચારીઓ માટે ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કલેક્ટરશ્રી સહિત કુલ ૧૯ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ટાઈપિંગ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને એક ૧૦૦૦ શબ્દોનો પરિપત્ર આપવામાં આવ્યો હતો જે નિયત નમૂના મુજબ ટાઈપિંગ એક્યુરેસી સાથે ઈ-સરકારમાં અપલોડ કરવાનો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા તથા ભાગ લીધેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈ-સરકાર કામગીરીને પ્રોત્સાહન આપવા તથા સરકારી કચેરીની દરેક કામગીરી ઝડપી, પારદર્શક અને ડિજિટલ બને તે હેતુથી આ ટાઈપિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.










