મોરબી ડેઈલી: મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પાણી પુરવઠાની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત લીલાપર રોડ ખાતે આવેલા ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. ગૌશાળા ફિલ્ટર પ્લાન્ટ ખાતે હાલ 43 MLD WTP ના રીનોવેશનનું કામ તેમજ 10.5 MLD નો નવો પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ ચાલુ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવા માટે મેયર ઉત્તમ સુરાણી, વોટર વર્ક્સ વિભાગના ચેરમેન, ડ્રેનેજ શાખાના ચેરમેન નવનિતભાઈ કુંડારીયા અને ડેપ્યુટી કમિશનર સંજય સોની સહિત વોર્ડના કોર્પોરેટર ભાવિકકુમાર જારીયા અને અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન પદાધિકારીઓ અને અધિકારીઓએ ચાલી રહેલા બંને પ્રોજેક્ટની પ્રગતિ અને કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તેમજ કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.









