Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં વાંકાનેર માર્કેટ ચોક કા રાજાની વિસર્જન યાત્રા નીકળી

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા આયોજિત વાંકાનેર માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવની ગઈકાલે 17 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ વિસર્જન યાત્રા નીકળી હતી અને ગણપતિ બાપ્પાને વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં છેલ્લા 11 દિવસથી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરરોજ સવાર-સાંજ ગણપતિ બાપ્પાની આરતી અને પૂજન, મહાપ્રસાદ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, જેવાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. 17 સપ્ટેમ્બરના રોજ ગણપતિજીને અગલે બરસ તું જલ્દી આના રે ના નાદ સાથે ભાવભેર વિનંતી કરી બહોળી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિમાં ગણપતિ વિસર્જન યાત્રા વાંકાનેર શહેરનાં મુખ્ય માર્ગો પર નીકળી હતી. આ વિસર્જન યાત્રામાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના અનેક ભક્તજનો જોડાયા હતા અને ગણપતિજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments