
માળિયા (મિયાણા) : ગુંગણ ગ્રુપ દ્વારા છેલ્લા 16 વર્ષથી કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે માળિયા હાઈવે પર આવતા અમરનગર ગામના પાટિયે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તારીખ 21-9-2024થી પદયાત્રીઓ માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા કેમ્પમાં વિનામૂલ્યે ભોજન, ચા, પાણી, નાસ્તો, રોકાણ, મેડિકલ જેવી તમામ સુવિધા આપવામાં આવશે. તેમજ વધુ માહિતી માટે દિગુભા જાડેજા મો. નં. 97145 30511, દેવેન્દ્રસિંહ જાડેજા મો. નં. 79902 18159 અને કુલદીપસિંહ જાડેજા મો. નં. 79844 41439નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે











