દિવ્યેશભાઈ સતાસીયા તથા ભૂષણભાઈ ભટ્ટ, મોરબી શાખાના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, રિજીયન અધિકારીઓ, જેઠસુરભાઈ ગુજરીયા, નરેન્દ્રભાઈ ભાડલીયા, પ્રાંતમહિલા સંયોજિકા શોભનાબેન ભાડલીયા, સમૂહગાન પ્રતિયોગિતા પ્રાંત સંયોજક આનંદ સિદ્ધપુરા, પ્રાંત સહસંયોજક ધ્રુમિલભાઈ આડેસરા તથા હરિભાઈ પરમાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવી હતી.


નરેન્દ્રભાઈ ભાડલીયા દ્વારા વંદે માતરમ સૂમધુર ગાન કરાવવામાં આવ્યું અને રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા વિનોદભાઇ લાઠીયા દ્વારા સંસ્થા પરિચય આપવામાં આવ્યો. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાના સંયોજક આનંદભાઈ સિદ્ધપુરા દ્વારા પ્રતિયોગિતાનાં નિયમો અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ વિધિવત રીતે પ્રાંતીય રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા હિન્દી અને સંસ્કૃત વિભાગની કૃતિઓ બંને એક સાથે શરૂ કરવામાં આવી અને સૌરાષ્ટ્ર–કચ્છ પ્રાંતની 19 જુદી જુદી શાખાઓની વિદ્યાર્થી ટીમ દ્વારા બંને વિભાગોમાં કુલ 38 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાનો, ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ તથા દરેક શાખામાંથી પધારેલ અધિકારીગણ અને સભ્યોએ કૃતિઓ નિહાળી, કાર્યકરો અને વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
પુરસ્કાર સમારોહ વિતરણમા મુખ્ય મહેમાન શૈલેશભાઈ દેત્રોજા (પ્રમુખ – મોરબી પેપર મિલ એસોસિએશન), મુકેશભાઈ ઉઘરેજા (પૂર્વ પ્રમુખ – મોરબી સિરામિક મેન્યુ. એસોસિએશન), વિપુલભાઈ અઘારા પ્રચાર પ્રમુખ – રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત, વિનોદભાઈ લાઠીયા (રિજિયોનલ જનરલ સેક્રેટરી – ભારત વિકાસ પરિષદ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (રિજિયોનલ સેક્રેટરી સંસ્કાર – ભારત વિકાસ પરિષદ), તેમજ યતીનભાઈ રાવલ પ્રધાન આચાર્ય – નવયુગ સંકૂલ, હરેશભાઈ બોપલીયા (ઉપપ્રમુખ-ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા) ઉપસ્થિત રહેલ હતા અને વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.


પ્રાંતિય રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા પુરી થયા બાદ મોરબી શાખા તેમજ અન્ય શાખાના બહેનો દ્વારા એક સુંદર મજાનું ગીત નૃત્ય સાથે રજૂ કરવામાં આવ્યું હતું જે ખરેખર સરાહનીય અને મનભાવક હતું. રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામા નિર્ણાયક તરીકે ડો. શૈલેશભાઈ રાવલ, ડો. દીપકભાઈ ટાંક, ડો. નિરવભાઈ રાવલ, અશ્વિનભાઈ બરાસરા, કિરીટભાઈ રાજપરા તથા આરતીબેન રાવલ દ્વારા સેવાઓ આપી હતી. અંતમાં પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રતિયોગિતાની શરૂઆત સવારે ૯:૦૦ કલાકે ઉપસ્થિત મહેમાન શ્રી શૈલેશભાઈ દેત્રોજા (પ્રમુખ – મોરબી પેપર મિલ એસોસિયેશન), શ્રી મુકેશભાઇ ઉઘરેજા (પૂર્વ પ્રમુખ – મોરબી સિરામિક મેન્યુ. એસોસિયેશન), શ્રી વિનોદભાઇ લાઠીયા (રિજિયોનલ જનરલ સેક્રેટરી – ભારત વિકાસ પરિષદ), શ્રી રવીન્દ્રભાઈ ત્રિવેદી (રિજિયોનલ સેક્રેટરી સંસ્કાર – ભારત વિકાસ પરિષદ), પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ, પ્રાંત સહસચિવ – શ્રી દિવ્યેશભાઈ સતાસીયા તથા ભૂષણભાઈ ભટ્ટ, મોરબી શાખાના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ પનારા, રિજીયન અધિકારીશ્રીઓ, જેઠસુરભાઈ ગુજરીયા, શ્રી નરેન્દ્રભાઇ ભાડલીયા, પ્રાંતમહિલા સંયોજિકા શ્રીમતી શોભનાબેન ભાડલીયા, સમૂહગાન પ્રતિયોગિતા પ્રાંત સંયોજક શ્રી આનંદ સિદ્ધપુરા, પ્રાંત સહસંયોજકશ્રી ધ્રુમિલભાઈ આડેસરા તથા શ્રી હરિભાઇ પરમાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી શરૂ કરવામાં આવી હતી.










