Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયામાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો, બનાવ હત્યામાં પલટાયો

માળીયામાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો, બનાવ હત્યામાં પલટાયો

શેરીમાં પાણી નીકળવા મામલે ચાર પાડોશીઓએ કરેલો હુમલો જીવલેણ નીવડ્યો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે શેરીમાં પાણી નીકળવા મામલે પાડોશમાં રહેતા ચાર શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કર્યા બાદ લોખંડના પાઇપ અને ધોકા વડે બેફામ માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે.

તા.10ના રોજ માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા ચંદુભાઈ છગનભાઇ મકવાણા ઉ.40 નામના યુવાન સાથે પાડોશમાં રહેતા આરોપી સુરેશ અવચરભાઈ ઇન્દરિયા, અરુણ અવચરભાઈ ઇન્દરિયા, વિજય અવચરભાઈ ઇન્દરિયા અને અશોક અવચરભાઈ ઇન્દરિયા નામના શખ્સોએ શેરીમાં નીકળતા પાણી મામલે ઝઘડો કરી લોખંડના પાઇપ ધોકા વડે હુમલો કરતા વચ્ચે બચાવવા પડેલા મહાદેવભાઈને પણ આરોપીઓએ કપાળના ભાગે ઇજાઓ કરી હતી.બીજી તરફ ગંભીર ઇજા પામેલા ચંદુભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં તેઓએ દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવ મામલે મૃતકના પત્ની નિર્મળાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments