Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનેકનામ ખાતે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નેકનામ ખાતે ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ થકી એક જ સ્થળે ૨૫૫૭ લાભાર્થીઓને અનેક વ્યકતિલક્ષી સેવાઓનો લાભ અપાયો

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્યશ્રી દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેકનામ કન્યા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ ૧૪ જેટલી વ્યકિતલક્ષી સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડીવર્મીંગ, રસીકરણ, રાશન કાર્ડ ઈ કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭-૧૨ અને ૮-અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે ૨૫૫૭ જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીશ્રીઓ તથા નેકનામ ગામ અને સેવાસેતુ અન્વયે ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments