મોરબી : મોરબી પંથક અને આસપાસના વિસ્તારોમાં આજ સવારથી ભયંકર ગરમી અને ઉકળાટ વચ્ચે મોડી સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. જો કે હવામાન ખાતાની આગાહીને પગલે આજે વરસાદ પડ્યો છે. મોરબી શહેરમાં નવરાત્રી બાદ દિવાળી નજીક આવી રહી હોય ત્યારે અચાનક ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા લાગણી જોવા મળી છે.













