Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા ખાતે 25 ઓક્ટોબરે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ટંકારા ખાતે 25 ઓક્ટોબરે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ 25 ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે આઇ. ટી.આઇ. સંસ્થા, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં, ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ કરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક, નોન મેટ્રીક/ એસએસસી/ એચએચસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડની નકલ, બાયોડાટા વગેરે સાથે સ્વ- ખર્ચે અત્રે જણાવ્યા અનુસાર ભરતીના સ્થળે નિયત સમય અને તારીખના રોજ અચુક ઉપસ્થિત રહેવું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments