Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન...

મોરબીની નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન યોજાશે

5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનો મેળાવડો જામશે : ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન 60 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

મોરબી : નવયુગ સ્કૂલને 25 વર્ષ પૂર્ણ થતાં તા.27એ ભૂતપૂર્વ છાત્રો અને શિક્ષકોનું સ્નેહમિલન યોજાશે. જેમાં 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનો મેળાવડો જામવાનો છે. આ વેળાએ ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન 60 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાશે.

નવયુગ ગ્રુપના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું હતું કે નવયુગ સ્ફુલ 25 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ત્યારે 7 ઓરડા હતા અને 600 વિદ્યાર્થી હતા. આજે 4 કેમ્પસ અને 6500 વિદ્યાર્થીઓ છે. આમ નાના છોડમાંથી નવયુગ સ્કૂલ આજે વટવૃક્ષ બની છે. આ નિમિતે તા.27ના રોજ શક્ત શનાળામાં પટેલ સમાજની વાડી ખાતે સાંજે 4:30 વાગ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં 1999થી 2024 સુધીમાં અહીં અભ્યાસ કરી ચૂકેલા 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોનું સ્નેહ મિલન યોજાશે. આ વેળાએ વિદ્યાર્થીઓના જુના ફોટો એલઇડીમાં બતાવવામાં આવશે. ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન છે તેવા 60 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.

આ ઉપરાંત તા.26ના રોજ સાંજે ન્યુ એરા પબ્લિક સ્કૂલથી રેલી યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ બસમાં બેસી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરથી રેલી સ્વરૂપે નિકળશે. આ રેલી નવયુગ પ્રિ સ્કૂલે પૂર્ણ થશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments