Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં આવતીકાલથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું...

મોરબીમાં આવતીકાલથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ઉદઘાટન

તા.26એ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, તા.27એ ભાનુબેન બાબરીયા અને તા.28એ મનસુખભાઈ માંડવીયા રહેશે ઉપસ્થિત

મોરબી : મોરબી જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે અનેક ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકી રહ્યા છે ત્યારે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયાએ કબડ્ડીના રમતવીરો માટે આગામી તા.25 ઓક્ટોબરથી 28 ઓકટેબર સુધી ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું મોરબીના જોધપર ખાતે આવેલ કડવા પાટીદાર ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે.

ચાર દિવસીય ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટમાં મોરબી જિલ્લા સાથે રાજ્યભરની ટિમો ભાગ લેશે. તા.25ના રોજ સાંજે 6 વાગ્યે ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. જેમાં અધ્યક્ષ તરીકે રાજ્યના સાંસ્કૃતિક વિભાગના મંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી, અશ્વીનીકુમાર – IAS અગ્ર સચિવ, ડૉ. અર્જુનસિંહ રાણા – OSD સ્પોર્ટસ ઓથોર્સિટ ઓફ ગુજરાત, પુનિતભાઈ ચોવટિયા – યુનિટી ગ્રુપ, રીતુ નેગી- ભારતીય મહિલા ઇન્ટરનેશનલ ખેલાડી, સાક્ષીકુમારી- ભારતીય મહિલા ઈન્ટરનેશનલ ખેલાડી, દુર્લભજીભાઈ દેથરીયા – ધારાસભ્ય, જયંતિલાલ જેરાજભાઈ પટેલ – પ્રમુખ ક.પા.વી.ભુ. જોઘપર (નદી), કિશન દલસાણીયા (સેક્રેટરી) TAFTYGAS ગુજરાત, અભયભાઈ પટેલ – વેલેન્ઝા ગુપ ઉપસ્થિત રહેશે.

તા.26ના રોજ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ રૂપાલ સાંસદ – રાજકોટ, વિનોદભાઈ ચાવડા- સાંસદ મોરબી-કચ્છ, સ્નેહલ સીગટે-ભારતીય ઇન્ટરનેશનલ ખેલાડી, સોનાલી સિંદે- ભારતીય ઈન્ટરનેશનલ ખેલાડી, રમેશભાઈ ટીલાળા – ધારાસભ્ય રાજકોટ દક્ષીણ, ડો. દર્શિતાબેન શાહ – ધારાસભ્ય રાજકોટ પશ્ચિમ રણછોડભાઈ દલવાડી – પ્રમુખ મોરબી જીલ્લા ભાજપ, અનિલભાઈ દેત્રોજા – FLAIS ગ્રુપ, વિશાલભાઈ બારૈયા – પાસેસે ગ્રુપ ઉપસ્થિત રહેશે. તા.27ના રોજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, પુનમબેન માડમ – સાંસદ- જામનગર, કાંતીલાલ અમૃતીયા – ધારાસભ્ય- મોરબી માળીયા, જીતુભાઈ સોમાણી-ધારાસભ્ય વાંકાનેર, મેઘજીભાઈ ચાવડા – ધારાસભ્ય કાલાવડ, હંસાબેન પારેધી – પ્રમુખ મોરબી જીલ્લા પંચાયત, ભાવેશભાઈ પટેલ – AGL ગ્રુપ, દિપેશભાઈ પટેલ – સેગા ગ્રુપ, મોનીતભાઈ પટેલ – સનબોડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.

તા.28ના રોજ કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, મોહનભાઈ કુંડારીયા – પૂર્વ સાંસદ – રાજકોટ, ચંટુભાઈ સીહોરા – સાંસદ – સુરેન્દ્રનગર, મગનભાઈ વડાવીયા – વાઈસ ચેરમેન R.D.C. બેક , ડૉ. અર્જુનસિંહ રાણા – OSD સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત – ગાંધીનગર, તુષાર પટેલ (સેક્રેટરી) ગુજરાત રાજય કબડ્ડી સંઘ, જીવરાજભાઈ ફુલતરીયા – ઉપ પ્રમુખ ક.પા.વી.ભુ. જોઘપર (નદી), પ્રકાશભાઈ વરમોરા – ધારાસભ્ય – ધ્રાંગધ્રા, જયેશભાઈ રાદડિયા – ધારાસભ્ય – જેતપુર ઉપસ્થિત રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments