Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કલેકટર બંગલા સામે ઉભરાતી ગટર સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ

મોરબીમાં કલેકટર બંગલા સામે ઉભરાતી ગટર સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ

મોરબી :મોરબીના હાર્દ સમાં રહેણાંક અને વાણિજ્યક વિસ્તાર એટલે મંગલ ભુવન એરિયા કલેકટર બંગલા સામે નાગર પ્લોટ વિસ્તારમાં ગટર ઉભરાવવાની વર્ષો જુની સમસ્યા છે.લાંબા સમયથી અહીંયા વારંવાર ગટર ઉભરાય છે. ગટરની ગંદકી બેસુમાર ફેલાય છે.આ વિસ્તારમાં અનેક દુકાનો આવેલી છે. ગટરની ગંદકીથી વેપારીઓના વ્યાપાર ધંધા ઉપર માઠી અસર થાય છે. જો કે અગાઉ જિલ્લા કલેકટર અહીં રહેતા હતા. તયારે પણ તંત્ર કલેકટર પણ ગાંઠતું ન હતું. હવે તો કલેકટરનું નિવાસસ્થાન બદલાય ગયું છે. એટલે હવે કલેકટર અહીં રહેતા ન હોય તંત્ર લાપરવાહી દાખવવાનું મોકળું મેદાન મળી ગયું છે. જ્યારે આ ગટરની સમસ્યા અંગે વારંવાર નગરપાલિકાને રજુઆત કરી છે. તાજેતરમાં પણ વેપારીઓએ નગરપાલિકામાં રજુઆત કરી હતી. પણ તંત્ર કોઈ દાદ આપતું જ નથી. ગટરના ગંદા પાણી આ વિસ્તારમાં એટલી હદે વહે છે કે વગર વરસાદે બારેમાસ ચોમાસા જેવી સ્થિતિ રહે છે. દુકાનોની સાથે રહેણાંક વિસ્તાર હોવાથી ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ વધ્યું છે. આથી તંત્ર આ વિસ્તારમાં વહેલી તકે ગટરની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments