Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiGMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુટ્રીશન કીટ અને મીઠાઈ, ફરસાણ, ફટાકડાનું...

GMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુટ્રીશન કીટ અને મીઠાઈ, ફરસાણ, ફટાકડાનું વિતરણ કરાયું

મોરબી : આજ રોજ GMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પી.કે દુધરેજીયા, ડો. ધનસુખ અજાણા, ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસરના માર્ગદર્શન હેઠળ દિવાળી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને સિઝનેબલ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટ વિતરણમાં ડો. પી.કે. દુધરેજીયા, દિશા પાડલિયા, એ.આર.ટી મેડિકલ ઓફિસર ડો. અંકિતા. કે. કોટડીયા (મેપ્સ ગ્રેનિટો), એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 150 રાશન કીટ તથા બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફટાકડાની કુલ 60 કીટ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન ફીલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ કે. લાલવાણીએ દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રાશન કીટના દાતા મોરબી સિરામિક એસોશિએશન, વેન્ટો સિરામિક ગૃપ દાતા પરિવાર, પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) વીઆરએ બ્રાન્ચ ફાઉન્ડર- અમદાવાદ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments