Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના  સિલ્વર જયુબિલી 25 વર્ષ નિમિતે મોરબીના રાજમાર્ગો પર...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના  સિલ્વર જયુબિલી 25 વર્ષ નિમિતે મોરબીના રાજમાર્ગો પર વાહનો સાથે રેલી યોજાયેલ…

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે  ઉજવાઇ રહી છે જેના ભાગ રૂપે આજે મોરબી નગરના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન થયું. નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા. કાલે એટલે તા. 27-10-24ના  રોજ  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની જન-જાગૃતિ અને આમંત્રણએ આ રેલીનો હેતુ હતો. શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા.  આ રેલીમાં શાળાની સ્કૂલ બસ તથા અન્ય સ્ટાફ મિત્રોની ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ હતી છતાં પણ કોઈ ટ્રાફિક જામ સર્જાયેલ ન હોય તે બદલ  આ તકે સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાસાહેબે મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન આપેલ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments