મોરબી : મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ૧૦ નવેમ્બરે સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ,જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે. જેમાં સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો, સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ, બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ. કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ), ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ, ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો, તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર કરાશે.











