Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જલારામ જયંતિએ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરાવાશે

મોરબીમાં જલારામ જયંતિએ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરાવાશે

જલારામ પ્રાર્થના મંદિર ખાતે પ્રભાત ધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે

મોરબી : જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮ને શુક્રવારના રોજ જલારામ જયંતિ નિમિતે સવારે ૬ઃ૩૦ કલાકે-પ્રભાત ધૂન, સવારે ૧૦ઃ૦૦ કલાકે અન્નકુટ દર્શન, સવારે ૧૧ઃ૩૦ કલાકે-વિશેષ વ્યક્તિઓનાં હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ઃ૦૦ કલાકે મહાઆરતી અને બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ યોજાશે.

પ્રવર્તમાન વર્ષે પણ સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. છેલ્લા ૧૩ વર્ષ દરમિયાન ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમના વડીલો અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનો, હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય મહીલાઓ, પીજીવીસીએલના વાયરમેનોનો સમાવેશ થાય છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments