Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લા ચુંટણી અધિકારી-કલેકટરે ટંકારામાં મતદાન મથકની મુલાકાત લીધી

મોરબી જીલ્લા ચુંટણી અધિકારી-કલેકટરે ટંકારામાં મતદાન મથકની મુલાકાત લીધી

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ટંકારામાં મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.

મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે. બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. મતદાન મથક ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે તાલુકા પંચાયત ટંકારા ખાતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. અને  સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. જિલ્લા કલેકટર કે. બી. ઝવેરી તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા  દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખિયા, ટંકારા મામલતદાર કેતન સખીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments