Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એસટીના મહિલા કર્મચારીઓના હસ્તે કેક કટીંગ કરાવી જલાબાપાની જન્મજયંતિ ઉજવાય

મોરબીમાં એસટીના મહિલા કર્મચારીઓના હસ્તે કેક કટીંગ કરાવી જલાબાપાની જન્મજયંતિ ઉજવાય

જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે પ્રભાતધૂન, અન્નકૂટ, મહાઆરતી, કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી જિલ્લામાં જલારામબાપાની 225મી જન્મજયંતી નિમિત્તે જલારામ મંદિર મોરબી ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રભાત ધૂન, અન્નકૂટ દર્શન અને એસ. ટી. વિભાગના મહિલા કર્મચારી દ્વારા કેક કટિંગ કરીને ત્યારે બાદ મહાઆરતી અને મહાપ્રસાદ યોજી જલાબાપાની જન્મજયંતિ ઉજવાય હતી.

જલારામ મંદિર દ્વારા પ્રતિવર્ષ સમાજના વિશેષ વ્યક્તિત્વ જેવા કે વૃદ્ધાશ્રમના વૃદ્ધ, અનાથ આશ્રમના બાળકો, મનોદિવ્યાંગ બાળકો, પી. જી. વી. સી. એલ. ના કર્મચારી, ફાયર વિભાગના ફાયર ફાઈટરના હસ્તે કેક કાપી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ પરંપરા મુજબ પ્રવર્તમાન વર્ષે એસ. ટી. વિભાગના મહિલા કર્મચારી નિધિબેન રાઠોડ (કંડકટર), ઝલક પટેલ (ક્લાર્ક), દિવ્યાબેન સરવૈયા (કંડકટર), ગાયત્રીબેન દાણીધારિયા (કંડકટર), પૂજાબેન રાઠવા (એસ. ટી. કર્મચારી), કાળીબેન રાઠવા (એપ્રેન્ટિસ) દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ડી.એલ. ઝાલા ( એસ. ટી. પ્રમુખ ) બકા મહારાજ ( એસ. ટી. સુપરવાઇઝર ) ની સાથે રત્નેશ્વરીદેવી તથા મોરબી જિલ્લાના વિવિધ સંસ્થાના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments