મોરબી જિલ્લાની જાહેર જનતાને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ
મોરબી : આવતીકાલે તારીખ 12 નવેમ્બર ને મંગળવારના રોજ મોરબીમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષના સ્નેહમિલન સમારોહમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.
12 નવેમ્બર ને મંગળવારે સાંજે 5 કલાકે મોરબીના બજરંગ સર્કલ પાસે લીલાપર રોડ પર આવેલા શિવમ હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી, કચ્છ તથા મોરબી જિલ્લા પ્રદેશ કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અને મોરબી તથા કચ્છ પૂર્વ જીલ્લા પ્રભારી સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા હાજર રહેશે. તો આ પ્રસંગને ખાસ બનાવવા માટે મોરબી જિલ્લાની જનતાને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા જાહેર હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









