Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકી દેનાર મહિલા સહીત ત્રણ ઝડપાયા

વાંકાનેરમાં હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકી દેનાર મહિલા સહીત ત્રણ ઝડપાયા

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે હત્યા કરી મૃતદેહ ધોળકા વિસ્તારની નદીમાં ફેંકી તેમજ મૃતકનું બાઈક કુવામાં નાખી પુરાવાનો નાશ કરનાર મહિલા સહીત ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

ગત તા. ૦૧ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં કેકડીયાભાઈ ધૂપસિંગ માવી ગુમ થયાની જાહેરાત કરવામાં આવી હતી કેક્ડીયા ભાઈ પોતાનું બાઈક જીજે ૦૩ ઇપી ૯૩૩૨ લઈને ઘરેથી નીકળી ગયા બાદ પરત આવ્યા ના હોવાની ગુમસુદા અરજી કરવામાં આવી હતી જેથી પોલીસે તપાસ કરાવી હતી જેમાં તા. ૧૫-૧૦ ના રોજ ગુમ થનારના મોબાઈલ પર અવારનવાર કોલ થયેલા જોવા મળ્યા હતા જેથી તપાસ ચલાવતા મોબાઈલ નંબર રાયચંદભાઈ જોરાવરભાઈ મેડા રહે રોહીશાળા વાળા કુલ્દીપભાઈ કડિયાની વાડીમાં હોવાનું જણાવ્યું હતું અને મોબાઈલ નંબર વાળું સીમકાર્ડ પોતાના આધાર કાર્ડ દ્વારા પોતાના મિત્ર સુરેશભાઈ બારિયાએ કઢાવ્યું હતું અને તેનો ઉપયોગ સુરેશભાઈ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું

જેને પગલે પોલીસે સુરેશભાઈ બારિયાની આગવી ઢબે પૂછપરછ કરતા ગુમ થનાર કેકડીયાભાઈ માવીએ તેની પત્ની પાસે બીભત્સ માંગણી કરી હતી જેથી સુરેશે પોતાની પત્ની મેહરી દ્વારા કેકડીયાભાઈને ફોન કરી અરણીટીંબા ગામની સીમમાં વાડીએ બોલાવ્યો હતો અને વાડીએ સુરેશભાઈ, તેના કુટુંબી સાળા મના ઉર્ફે મુનાભાઈ અને પત્ની મેહરી ઉર્ફે મેરીએ મળીને ગળેટુંપો દઈને હત્યા કરી હતી હત્યા બાદ બાઈકના બંને ટાયર અને નંબર પ્લેટ કાઢી બાઈક નજીકના કુવામાં નાખી દીધું અને પોતાની કાર જીજે ૦૬ એફસી ૩૭૩૫ વાળીમાં મૃતદેહ રાખી ધોળકા ગામ પાસે નદીમાં નાખી દીધી હતી અને તેમજ મોબાઈલ નંબર તેમજ મોટરસાયકલના બંને ટાયર અને નંબર પ્લેટ પણ નદીમાં નાખી દીધા હતા જેથી ધોળકા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધા છે

વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સુરા ઉર્ફે સુરેશ વેસ્તાભાઇ બારિયા (ઉ.વ.૩૬) રહે હાલ લીયારા ગામ તા. પડધરી, મના ઉર્ફે મુનાભાઈ લબરીયા (ઉ.વ.૩૮) રહે લીલાપર ગામ અને મેહરી ઉર્ફે મેરી સુરેશભાઈ બારિયા રહે હાલ ડુંગરકા ગામ તા. પડધરી એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments