મોરબી : મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં શેરીમાંથી પસાર થતી વખતે મહીલાએ કૂતરાને હુડ હુડ કરતા ત્યાંથી પસાર થયેલ વ્યક્તિને એવું લાગ્યું હતું કે મહિલા તેમને જોઈને હુડ હુડ કરે છે જે બાબતનો ખાર રાખી ગાળો બોલી ઝપાઝપી કરી હતી. જ્યારે સામાપક્ષે કાલે શુ બોલતો હતો કહી ઝઘડો કરી મારામારી કરતા આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ખાટકીવાસમાં કુબેરનાથ વાળી શેરીમાં રહેતા આઇશાબેન હુસેનભાઈ કટારીયાએ આરોપી શબ્બીર અબ્બાસભાઈ ખાટકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના ઘર પાસે કૂતરાને હુડ હુડ કરતા હતા ત્યારે આરોપી શબ્બીર ત્યાંથી પસાર થતા શબ્બીરને એમ લાગ્યું હતું કે તેઓને હુડ હુડ કરે છે જેથી એ વાતનો ખાર રાખી ગાળાગાળી કરી ઝપાઝપી કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.
સામાપક્ષે શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ રહે.દરબાર શેરી વાળાએ આરોપી હુસેન કાસમભાઈ કટારીયા, આયસુ હુસેનભાઈ કટારીયા અને સહેનાજ જુનાભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેઓ સંતાન અને પત્ની સાથે ઘર તરફ જતા હતા ત્યારે આરોપીઓએ ઉભા રાખી કાલે તું શું બોલતો હતો કહી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે










