Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશક્તિ માઁના જન્મોત્સવ નિમિતે 949 દીવડાની મહાઆરતી કરાઈ

શક્તિ માઁના જન્મોત્સવ નિમિતે 949 દીવડાની મહાઆરતી કરાઈ

1800 જેટલાં ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો : લાપસી અને માતાજીનો ફોટો ભાવિકોને પ્રસાદ રૂપે અપાયો

મોરબી : મોરબીના શક્તિધામ શકત સનાળા ખાતે માઁ શક્તિના 949માં જન્મોત્સવ નિમિતે 949 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1800 જેટલાં ભક્તો આ મહાઆરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા.

આ સાથે જ સવા મણની લાપસી અને માઁ શક્તિના ફોટો સ્વરૂપ પ્રસાદ સૌ ભક્તોને આપવામાં આવ્યો હતો. છેલ્લા 9 વર્ષથી તલવારબાજી ટીમ શકત સનાળા દ્વારા આ આયોજન કરવામાં આવે છે. આ વખતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આસ્થાભેર આ ધાર્મિક આયોજનમાં જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments