Tuesday, May 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દિવાળી વેકેશનમાં પણ અમુક શાળાઓ ખુલ્લી રહેવા મામલે તપાસનો આદેશ

મોરબીમાં દિવાળી વેકેશનમાં પણ અમુક શાળાઓ ખુલ્લી રહેવા મામલે તપાસનો આદેશ

શાળાઓમાં તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી થશે : જિલ્લા શિક્ષણાધિકારી

મોરબી : મોરબીમાં દિવાળી વેકેશનમાં સરકારી પરિપત્રની એસી તૈસી કરીને અમુક શાળા ચાલુ રહેતી હોવાના મોરબી ડેઇલીમાં સમાચાર પ્રકાશિત થયા હતા. જેના પગલે સ્થાનિક શિક્ષણ તંત્ર ચોકી ઉઠ્યું હતું અને જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે ટીમોને દોડાવી તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ જ જે તે વેકેશનમાં શાળા ચાલુ રાખનાર જે તે જવાબદારો સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન હોવા છતાં મોરબીની સ્કૂલો એ સરકારી પરિપત્રની પરવા કર્યા વગર સ્કૂલો ચાલુ કરી દીધી છે.જેમાં મોરબીની ખાનગી સ્કૂલોમાં નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ કરી દેવમાં આવી છે. આ સ્કૂલો ચાલુ હોય અને પોતાના બાળકોની બીજી સ્કૂલો બંધ હોય વાલીઓ પણ મુંઝાણા હતા. જો કે આ અમુક સ્કૂલ ચાલુ થઈ હોવાની બાબતે સ્થાનિક તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું.બાદમાં વહેલી સ્કૂલ ચાલુ કરી દેવાનો વિડિઓ જિલ્લા શિક્ષણ અધિકારીના ધ્યાનમાં આવતા તેઓએ હાલ કઈ કઈ સ્કૂલો ચાલુ છે તેની તપાસ કરવા ટિમો દોડાવી છે.તપાસ બાદ જ જે તે વેકેશનમાં શાળા ચાલુ રાખનાર જે તે જવાબદારો સામે કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments