જે તે તાલુકાના સંબધિત અધિકારીઓની ટિમ શાળાઓમાં જઈને તપાસ કરીને અહેવાલ આપે પછી જ કાર્યવાહી થશે : પ્રાંથમીક જિલ્લા શિક્ષણાધિકારી
મોરબી : મોરબીમાં દિવાળી વેકેશનમાં પણ અમુક ખાનગી શાળાઓ સરકારી નિયમોનો ઉલાળીયો કરી શિક્ષણ કાર્ય ચાલુ રાખી વિદ્યાર્થીઓને સ્કૂલ વાહનમાં અભ્યાસ માટે બોલાવતા હોવાના વિડ્યો વાયરલ થતા શિક્ષણ તંત્ર ચોકી ઉઠ્યું હતું અને સ્થાનિક શિક્ષણ તંત્ર તુરત જ એક્શન મોડ ઉપર આવીને પગલાં લેવા ટીમોનું ગઠન કર્યું હતું. આ તપાસ સમિતિની રૂબરૂ તપાસ દરમિયાન જે જે શાળા ચાલુ હોય તે તમામ શાળાઓ બંધ કરાવી હતી. તેમજ જે તે તાલુકાના સંબધિત અધિકારીઓની ટિમ શાળાઓમાં જઈને તપાસ કરીને અહેવાલ આપે પછી જ કાર્યવાહી થશે તેવું પ્રાંથમીક જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
આગામી તા.17 નવેમ્બર સુધી શાળાઓમાં સરકારે દિવાળી વેકેશન જાહેર કર્યું હોવા છતાં મોરબીની અમુક ખાનગી શાળાઓમાં શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓને બોલાવવા સ્કૂલ વાન દોડાવતી હોવાના સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. અમુક શાળાઓને સરકારી પરિપત્રની કઈ પડી જ ન હોય એમ શાળા ચાલુ રાખી હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રના ધ્યાને આવ્યું હતું. આ બાબતે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અંબારીયાએ જણાવ્યું હતું કે, સરકારનો દિવાળી વેકેશનમાં એકપણ શાળા ચાલુ ન રાખવાનો પરિપત્ર હોવા છતાં મોરબીની અમુક ખાનગી સ્કૂલોએ શિક્ષણ કાર્ય ચાલુ રાખયાનું સામે આવ્યું હતું.આથી આવી ખાનગી શાળાઓ સામે તાલુકા વાઇઝ ટિમોની જે તે અધિકારીના વડપણ હેઠળ તપાસ સમિતિ બનાવી છે અને જ્યાં જ્યાં શાળાઓ ફરજિયાત ચાલુ હોય ત્યાં તપાસ કરવા આ ટિમોને દોડાવવામાં આવી છે. આજથી જે જે ટીમોએ જ્યાં જ્યાં શાળાઓ ચાલુ હોય તે તમામ શાળા બંધ કરાવી હતી હાલના તબક્કે કે શાળા બંધ કરાવ્યા પછી સરકારી પરિપત્રનું ઉલ્ઘન કરવા બદલ કઈ કાર્યવાહી કરવી તે આ તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ નિર્ણય લેવાશે.










