Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારા આંબેડકર હોલમાંમહાન ક્રાંતિકારી કે બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવાયો

ટંકારા આંબેડકર હોલમાંમહાન ક્રાંતિકારી કે બિરસા મુંડાનો જન્મદિવસ ઉજવાયો

મોરબી : ગત તારીખ 15 નવેમ્બરના દિવસે ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડા કે જેઓએ અંગ્રેજોને ઘૂંટણિયે પાળી દીધા હતા એવા બિરસા મુંડાના જન્મદિવસનો ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો,હતો. બિરસા મુંડાનો નારો હતો કે, આપણા દેશમાં આપણું રાજ,જળ, જંગલ, જમીનની લડાઈમાં એકલા હાથે અંગ્રેજો સાથે બાથ ભીડીને લોકોને એકત્રિત કરીને અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને સેંકડો અંગ્રેજોને મોતને ઘાટ ઉતાર્યા એવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડા જેઓ આદિવાસી સમાજમાંથી આવતા હતા.

બિરસા મુંડા જન્મ દિવસના આ કાર્યક્રમમાં અમદાવાદથી હાઈ કોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ તેમજ એડવોકેટ તૃષા પાટકર હાજર રહ્યા હતા. તેમજ રાજકોટથી એડવોકેટ સતીશ સાગઠિયા, યુવાભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી, એડવોકેટ રશ્મિન સાગઠિયા, જયેશ રાઠોડ, અભી સાગઠિયા હાજર રહ્યા હતા, સ્થાનિકમાં ડોક્ટર પરમાર સાહેબ, એડવોકેટ કલ્પના ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મુકેશ પરમાર, કિશોર પારિયા, દિલીપ પરમાર, ખોડાભાઈ ચાવડા, મુકેશ પરમાર (GEB), ગૌરાંગ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં એડવોકેટ મનસુખ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નવઘનભાઈ ભીલ, માનશીંગભાઈ ગણાવા, ભેરુલાલભાઈ, નર્સિંગભાઈ સઁગોડ, મનુભાઈ સબુરભાઈ, પર્વતભાઈ સઁગોડ, કમલેશભાઈ રાઠોડ, કમલેશ સઁગોડ, પારુભાઈ સંગાળા, વિક્રમભાઈ વસુનિયા, ઈશ્વરભાઈ ડામોર, ગિનુભાઈ મહિડા, દિનેશભાઇ મોહનીયા, ધીરુભાઈ હટીલા, મંગલભાઈ વગેરેએ મહેનત કરી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments