Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સામાકાંઠે ત્રણ બાઇકની ચોરી

મોરબીના સામાકાંઠે ત્રણ બાઇકની ચોરી

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ત્રણ બનાવના ફરિયાદ નોંધી છે જેમાં પ્રથમ કિસ્સામાં મહેન્દ્રનગરમા રહેતા ફરિયાદી ભાવેશભાઈ દિનેશભાઇ અઘારાનું રૂપિયા 35 હજારનું બાઈક ગત તા.28 ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યો તસ્કર સમર્પણ હોસ્પિટલ નજીકથી ચોરી કરી ગયાનું જાહેર કરાયુ છે.

જ્યારે બીજા કિસ્સામાં પણ સમર્પણ હોસ્પિટલ નજીકથી ગત તા.28 ઓક્ટોબરના રોજ અજાણ્યો તસ્કર પીપળી ગામના રહેવાસી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનું 20 હજારનું બાઈક ચોરી જતા ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત ગત તા.10 નવેમ્બરના રોજ પણ સમર્પણ હોસ્પિટલ પાસેથી અજાણ્યો તસ્કર મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા ચંદ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલાનું રૂ.25 હજારનું બાઈક ચોરી જતા એક જ દિવસમાં ત્રણેય વાહન ચોરીની ફરિયાદ નોંધી છે જેથી વાહન ચોર પકડાયાના અણસાર મળી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments