મોરબીના નવલખી રોડ બાયપાસ ઉપર આવેલ પવિત્ર હોટલના રૂમમાં મોરબીના ખેવારીયા ગામે રહેતા હિમાંશુભાઈ વસંતભાઈ રાજપરા ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરીને મોતની સોડ તાણી લીધી હતી.આ બનાવને પગલે તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.








