Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadધારાસભ્યની રજૂઆત ફળી: વાંકાનેર નર્સરીથી જાંબુડિયાને જોડતો રોડ 57 કરોડના ખર્ચે મંજૂર

ધારાસભ્યની રજૂઆત ફળી: વાંકાનેર નર્સરીથી જાંબુડિયાને જોડતો રોડ 57 કરોડના ખર્ચે મંજૂર

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની વધુ એક રજૂઆતને સફળતા મળી છે. જેમાં અગાઉ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પાડધરાથી જાંબુડીયાના રોડ બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી રજૂઆતને ધ્યાને લઈ વાંકાનેર નેશનલ હાઈવેથી એટલે કે નર્સરીથી પાડધરા, પલાસ, વિડી જાંબુડિયા સુધીનો આશરે 24 કી.મી.નો રસ્તો 7 મિટર પહોળાય સાથે 57 કરોડનાં ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે રજૂઆતને ધ્યાને લઇ રોડ મંજૂર થતાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડ વાંકાનેર અને હળદરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી રોડને મંજૂર થતાંની સાથે જ વાંકાનેરથી હળવદ આવતા-જતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments